ટોટલ ધમાલ માં સંજય દત્ત નું કામ ના કરવાનું કારણ છે આ વ્યક્તિ

Share:
અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અર્શદ વરસી, રિતેશ દેશમુખ, સોનાક્ષી, જોની લીવર, ઈશા ગુપ્તા અને જાવેદ જાફરી થી લઇ ઘણા બધા સ્ટાર સાથે આવી રહી ફિલ્મ ટોટલ ધમાલ ના ટ્રેલર લોન્ચ દરમિયાન એક વ્યક્તિ ની કમી હતી તો એ છે સંજય દત્ત.
total dhamaal sanjay dutt madhuri

અને બધા એજ વિચારી રહ્યા હતા કે તેની આ ફિલ્મ માં ગેરહાજરી નું કારણ માધુરી દીક્ષિત તો નથી ને? કારણ કે આ પેલાની બંને ફિલ્મો માં ધમાલ અને ડબલ ધમાલ માં સંજય દત્ત નો  મુખ્ય કિરદાર હતો. અને આ વખતે જોઈ તો એટલા બધા કલાકારો માં સંજયના ના હોવાથી બધા ના મન માં સવાલો તો આવવાના જ છે.

જયારે મીડિયા એ સીધું ફિલ્મ ના ડાયરેક્ટર ઇન્દ્ર કુમાર ને પૂછ્યું આ વિશે તો ઇન્દ્ર કુમારે કહ્યું કે...

હું બંને સંજય દત્ત અને માધુરી ને આ ફિલ્મ માં કામ કરાવવા માંગતો હતો, પણ શૂટિંગ વખતે સંજય દત્ત પાસે ડેટ ના હોવાથી તે આ ફિલ્મ માં કામ ના કરી શક્યા.

ફિલ્મ ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરી એ આવી રહી છે, અને આ વર્ષ ની આ પેહલી મલ્ટિસ્ટારર ફિલ્મ છે.

ટિપ્પણીઓ નથી